Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીના દ્વાર નજીક ધસમસતાં પાણીમાં વહી જતી છોકરીનો હોમગાર્ડે બચાવ્યો જીવ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લાં ઘણાં કલાકોથી બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અંબાજી મંદિરના વીઆઇપી ગેટ નંબર 7 પાસેની ઘટના બની હતી. જેમાં અંબાજી મંદિર રોડ પર ભારે પાણી વહેતા બાળકી તેમાં તણાઈ હતી. પરંતુ અંબાજી મંદિરના મહીલા હોમગાર્ડ દ્વારા  દોડીને સત્વરે આ બાળકીને બચાવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થà
અંબાજીના દ્વાર નજીક ધસમસતાં પાણીમાં વહી જતી છોકરીનો હોમગાર્ડે બચાવ્યો જીવ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લાં ઘણાં કલાકોથી બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અંબાજી મંદિરના વીઆઇપી ગેટ નંબર 7 પાસેની ઘટના બની હતી. જેમાં અંબાજી મંદિર રોડ પર ભારે પાણી વહેતા બાળકી તેમાં તણાઈ હતી. પરંતુ અંબાજી મંદિરના મહીલા હોમગાર્ડ દ્વારા  દોડીને સત્વરે આ બાળકીને બચાવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

માર્ગો પર નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું ભારે વરસાદને પગલે સમગ્ર અંબાજી પંથકમાં ધસમસતાં પાણીના પ્રવાહ વહી રહ્યો છે. અંબાજીમાં પડેલ ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહી રહ્યું છે. ત્યારે આજે જગત જનની દેવસ્થાન અંબાજીના પ્રાંગણાં પણ ધસમસતા પાણી જોવાં મળ્યાં હતાં.

વિડીયોમાં જોવાં મળે છે કે પાણીમાં ચાલી રહેલી બે બાળકીઓ એક બીજાનો હાથ પકડી રોડ ક્રોસ કરવાની કોશિશ કરી રહી હતી. પરંતું પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે બંને છોકરીઓ વહેતા પાણીમાં રીતસર  તણાઇ ગઇ હતી. જેમાં નાની છોકરી પાણીમાં રીતસર ખેંચાઇ રહી હતી. અણીના પળે ત્યાં નજીકમાં ઉભેલા મહિલા  હોમ ગાર્ડ જવાને સમયસૂચકતા વાપરીને ડૂબતી છોકરીને પાણી માંથી ખેંચી કાઢી તેનો જીવ બચાવ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. લોકો આ હોમ ગાર્ડની કામગીરીના વખાણ કરી રહ્યાં છે. 
 
Advertisement
Tags :
Advertisement

.